Urban Company IPO Opens Today: સર્વિસ પ્રોવાઇડર કંપની Urban Company નો IPO આજે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. તેની ગ્રે માર્કેટમાં પણ ઘણી સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. ઓનલાઈન હોમ અને બ્યુટી સર્વિસ આપનાર આ કંપનીના IPO ખૂલ્યો તેના એક દિવસ પહેલા એન્કર રોકાણકારો પાસેથી કંપનીએ 854 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. 1900 કરોડ માટે ઓપણ થયેલા આ IPOમાં જો તમે પણ ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા આટલી વાતો ચોક્કસથી જાણી લે જો.
Urban Company ના IPO સાથે જોડાયેલી 10 જરૂરી વાત :
1.એન્કર રોકાણકારો પાસેથી 854 કરોડનું ભંડોળ ભેગું કર્યું
અર્બન કંપનીએ IPO ખુલવાના એક દિવસ પહેલા એન્કર રોકાણકારો પાસેથી 854 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કંપનીના નિવેદન મુજબ એન્કર રોકાણકારોને 103 રૂપિયાના ભાવે કુલ 8.29 કરોડ શેર ફાળવવામાં આવ્યા હતા. આ એન્કર ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડમાં કુલ 59 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફંડ્સે ભાગ લીધો હતો.
2.અર્બન કંપની IPO ડેટ
અર્બન કંપનીનો IPO આજે 10 સપ્ટેમ્બરના રોજ બિડિંગ માટે ખુલશે અને શુક્રવાર 12 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે બંધ થશે.
3.અર્બન કંપની આઈપીઓ પ્રાઇસ બેન્ડ
અર્બન કંપનીએ તેના IPO માટે શેર દીઠ પ્રાઇસ બેન્ડ 98 થી 103 રૂપિયા સુધીની સેટ કરી છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 145 શેર માટે બોલી લગાવવી પડશે. ઉપલા પ્રાઇસ બેન્ડ પર રોકાણ માટે ઓછામાં ઓછી કિંમત 14935 રૂપિયા હશે.
4.અર્બન કંપની IPO વેલ્યુએશન:
103 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડ પર અર્બન કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 14790 કરોડ રૂપિયા થાય છે.
5.અર્બન કંપનીના IPO ડિટેલ્સ:
અર્બન કંપનીના IPOમાં કુલ 472 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે. ત્યાં બાકીના 1428 કરોડ શેર તેના હાલના રોકાણકારો દ્વારા વેચાણ માટે મૂકવામાં આવશે. કંપનીમાં પોતાનો હિસ્સો વેચનારા રોકાણકારોમાં એક્સેલ ઇન્ડિયા, એલિવેશન કેપિટલ, બેસેમર ઇન્ડિયા, ઇન્ટરનેટ ફંડ V અને VYC11નો સમાવેશ થાય છે.
6.અર્બન કંપનીના IPOનો ઉદ્દેશ્ય
અર્બન કંપનીએ જણાવ્યું હતું કે તે નવા શેરના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ટેકનોલોજી અપગ્રેડ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ લીઝ, માર્કેટિંગ અને અન્ય સામાન્ય કોર્પોરેટ જરૂર માટે કરશે.
7.અર્બન કંપનીના IPO આલોટમેન્ટ અને લિસ્ટિંગ
અર્બન કંપનીના શેરનું આલોટમેન્ટ 15 સપ્ટેમ્બરના નક્કી થશે અને તેનું લિસ્ટિંગ BSE અને NSE પર 17 સપ્ટેમ્બરના રોજ થશે.
8.અર્બન કંપની આઈપીઓ GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
ગ્રે માર્કેટ પ્રવૃત્તિ પર નજર રાખતા પ્લેટફોર્મ investergain.com અનુસાર અર્બન કંપનીના શેર એન ઓફિશિયલ માર્કેટમાં 38% થી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. Investorgain ના જણાવ્યા અનુસાર અર્બન કંપનીનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹38.5 રૂપિયા છે જે લિસ્ટિંગ પર આશરે 37.38% ના સંભવિત નફાને દર્શાવે છે.
9.અર્બન કંપનીનો IPO: નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?
HDFC સિક્યોરિટીઝ કહે છે કે અર્બન કંપનીની આવક મુખ્યત્વે ત્રણ સ્ત્રોતોમાંથી આવે છે-
- કસ્ટમર્સ દ્વારા સર્વિસ બુકિંગ માટેની પ્લેટફોર્મ ફી,
- સર્વિસ પ્રોફેશનલ્સને સર્વિસ ટૂલ્સ અને કન્ઝ્યુમબલ્સનું વેચાણ
- ડિરેક્ટ કસ્ટમરને પ્રોડક્ટ સેલિંગ
બ્રોકરેજ કંપનીની સ્પર્ધાત્મક વાતાવરણ પર પણ જોર આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અર્બન કંપની હાઇપરલોકલ લેવલ પર કામ કરે છે અને દરેક શહેરને 3-5 કિમી એરિયામાં માઇક્રો માર્કેટમાં વિભાજિત કરે છે. હાલમાં, કંપની દેશભરમાં 12,000 થી વધુ સૂક્ષ્મ બજારોમાં સક્રિય છે.
10.અર્બન કંપનીના IPO સાથે સંકળાયેલા જોખમો
કંપની પરંપરાગત ઓફલાઇન સર્વિસ પ્રોવાઈડ,નવી ઓનલાઇન કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રવેશકર્તાઓ તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરી રહી છે. આ કોમ્પિટિશન માર્કેટ શેર, પ્રાઇસ અને માર્જિનને અસર કરી શકે છે. ઝડપી વિસ્તરણ દરમિયાન ગુણવત્તા જાળવવા, માર્જિનનું સંચાલન અને સ્કેલિંગમાં પડકારો રોકાણકારો માટે જોખમી પરિબળો બની શકે છે.
11 અર્બન કંપની આઈપીઓ Review:
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, ipogmptodays.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)