Dev Accelerator Ipo: ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ ઉપલબ્ધ કરાવતી કંપની Dev Acceleratorનો IPO 10 સપ્ટેમ્બર, બુધવારથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યોછે. આ IPO 12 સપ્ટેમ્બર, શુક્રવાર સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી તેમાં રોકાણ કરી શકશે.
આ IPO 143.35 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઇશ્યૂ છે. આ ઇશ્યૂ 2.35 કરોડ નવા શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. IPO ખુલતા જ ગ્રે માર્કેટમાં તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સબ્સ્ક્રિપ્શન ખુલતાની સાથે જ રોકાણકારો તેમાં સારા એવા પૈસા લગાવી રહ્યા છે.
Dev Accelerator Ipo સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ ?
Dev Acceleratorનો IPO 5.34 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 11 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:39 વાગ્યા સુધી આ પબ્લિક ઇશ્યૂ રિટેલ સેગમેન્ટમાં 23.53 ગણો, QIBમાં 1.16 ગણો અને NII ક્વોટામાં 5.58 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ IPO માટે એલોટમેન્ટ 15 સપ્ટેમ્બર, 2025ના રોજ ફાઇનલ થવાની શક્યતા છે. Dev Acceleratorનો IPO બંને મુખ્ય સૂચકાંક BSE અને NSE પર લિસ્ટ થશે, જેની સંભવિત લિસ્ટિંગ તારીખ 17 સપ્ટેમ્બર, 2025 છે.
કેટલા રૂપિયા રોકવા પડસે?
આ IPO માટે પ્રાઇસ બૅન્ડ 56 રૂપિયાથી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPO માં અરજી કરવા માટે લોટ સાઇઝ 235 શેરનો છે. રિટેલ રોકાણકાર માટે ઓછામાં ઓછું રોકાણ અપર પ્રાઇસ બૅન્ડ પ્રમાણે 14,335 રૂપિયા છે. જ્યારે S-NII માટે 14 લોટનો સાઇઝ નક્કી થયો છે, જેમાં કુલ રોકાણ 2,00,690 રૂપિયા થાય છે. B-NII માટે 70 લોટનો સાઇઝ છે, જેમાં કુલ રોકાણ 10,03,450 રૂપિયા રહેશે. આ IPO માટે પંતોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રા. લિ. બુક રનિંગ છે, જ્યારે કેફિન ટેકનોલોજીસ લિ. આ ઇશ્યૂનો રજિસ્ટ્રાર છે.
Dev Accelerator IPO: પ્રાઈસ બેન્ડ
Dev Accelerator IPO પ્રાઈસ બેન્ડ શેર દીઠ રૂ. 56-61 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 235 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,335 રૂપિયા છે.
Dev Accelerator IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, દેવ એક્સિલરેટરનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 56 થી રૂ. 61 સુધીના 14.75%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 70 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, ipogmptodays.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)